પત્ની સાથેનો ઝઘડો ઉગ્ર બન્યો, પતિને પતાવી દીધો

0
11

અંકલેશ્વર,તા.૧૧
અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઘણા સમયના ઝઘડાને કારણે અંતે પતિને તેના સગાએ પાવડો મારતાં રહસ્યમયી સંજાગો કરપીણ હત્યા તથાં ચકચાર મચી ગઇ હતી. હત્યા કરનારા મુળ મહારાષ્ટ્રીયન હોવાથી ૨૫ વર્ષથી નવા દિવા ખાતે મોતને ભેટનારના સંબંધી થતાં હતા.
મળતી માહિતી પ્રમાણે નવા દિવા ગામના પરેશભાઇ વસાવાના ભાઇ કંનભાઇ બાબુભાઇ વસાવા અને ધર્મપત્ની દિપીકાબેન અલગ રહેતા હતા. ઘણા સમયથી કોઇને કોઇ કારણે બન્ને વચ્ચે મનભેદ થતાં ઝઘડો થતો હતો. તા.૯મી ફેબ્રુઆરીના રોજ સાંજે થયેલી તેઓની લડાઇમાં કંચનભાઇ વસાવાની ઉગ્ર બોલાચાલીમાં તેમનો સંબંધી રમેશભાઇ બાબુરાવ નામનો માણસ આવી જતાં વચ્ચે પડ્યો હતો.
વાતાવરણ ભારે સંઘર્ષવાળુ બનતાં ઘર્ષણમાં એકાએક રમેશ બાબુરાવે બાજુમાં પડેલો પાવડો હાથમાં લઇને સીધો કંચન વસાવાના માથે મારતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અંતે તેનું કમકમાટી ભર્યું મોત થઇ ગયું હતું.
હત્યારો રમેશ બાબુરાવ મૂળ મહારાષ્ટÙનો હોવાથી તેણે લગ્ન વસાવા સાથે કર્યા હોવાથી લગભગ ૨૫ વર્ષથી નવા દિવા ગામે રહેતો હતો. હત્યા થયા પાછળનું રહસ્ય હજી અકબંધ હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં રમેશ બાબુરાવ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY