ગઢડા,તા.૯
ગઢડા ખાતે ૧૨ વર્ષ પછી જળજીલણ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા છે. યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જળજીલણ યાત્રા શરૂ થતાની સાથે જ વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી, પરતું ૨૦૦૭માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ વર્ષે દેવપક્ષની નવી બોડી મદિમાં આવતા તેમના દ્વારા પાલખી યાત્રા કાઢવાનું નક્કી કરાયું છે. આ કારણે છેલ્લા ૧૨ વર્ષથી જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા નીકળતી નથી. જળજીલણી યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે સીએમ વિજય રૂપાણી પણ આ જળયાત્રામાં સામેલ થવા માટે ગઢડા પહોંચ્યા હતા. તેમણે અહીં પ્રાસંગિક નિવેદન ઉપરાંત આરતી કરી હતી.
જળજીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાન સોનાની પાલખીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામાં આવેલ ઘેલો નદીમાં જળ આહાર કરાવતા હતા. ત્યારથી ગઢડામા જળજીલણી એકાદશીના દિવસે લાખો હરિભકતોની હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવતી હતી. ગઢડામા જે રસ્તા પરથી ઠાકોરજીની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો ૨૦૦૭માં બીએપીએસ મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી ખરીદી લીધી હતી અને ઠાકોરજીની જળયાત્રા રુટ પર દીવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. દીવાલ મામલે હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને દીવાલકાંડ સજાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



