વાપીમાં ૩૫૦ બાળકો માટે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું

0
9

કરમબેલા,તા.૨૮
હળપતિ સેવાસંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા કરમબેલાના નવા મકાનના લોકાપર્ણ અવસરે આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયપ્રધાન રમણલાલ પાટકર હાજર રહ્યાં હતાં. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ આશ્રમશાળાના મકાનને ૩૫૦ વિદ્યાર્થીઓ માટે રહેવા સાથેની વિવિધ સુવિધાઓથી સજજ કરાયું છે. કહેવાય છે કે, સમર્પણની ભાવના હોય ત્યારે સમાજ સેવા કરી શકાય છે. આ આશ્રમ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે આદિવાસી વિસ્તારોમાં આશ્રમશાળા થકી સમાજમાં શિક્ષણ પુરૂ પાડવાનું કામ કરે છે.
આ સંસ્થા રાજય સરકાર દ્વારા પણ શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે માટે ઝ્રજીઇ હેઠળ આવરી ભંડોળ પુરૂ પાડે છે. જેનો ઉપયોગ આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભૌતિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવા માટે કરવામાં આવે છે. જેથી ગામડામાં વસતાં બાળકો પણ પોતાની અલગ ઓળખ મેળવી શકે.હળપતિ સેવાસંઘના પ્રમુખ અરવિંદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, *સમાજને આગળ વધારવા શિક્ષણ જરૂરી છે. શિક્ષણ વિના સમાજ અધુરો છે. આશ્રમશાળાઓ થકી બાળકોમાં રહેલી શકિતને બહાર લાવવાનો પ્રયાસ કરાયો છે. આ અવસરે તેમણે સેવાસંઘ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક કાર્યની ઝાંખી કરાવી હતી.*આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સંજયભાઇ દેસાઇ, અગ્રણી અમરસિંહભાઇ ચૌધરી, માધુભાઇ ચૌધરી, આશ્રમશાળા અધિકારી સહિત શાળાના આચાર્ય, શિક્ષકો વાલીગણ, ગામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY