વાપીમાં ૧૦ મિનિટમાં ૧૦ કરોડની લૂંટથી ચકચાર

0
24

વાપી,તા.૯
કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સલામત ગુજરાતમાં પોલીસને પડકારરૂપ એક મોટી ઘટનામાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સોનાની સામે ધિરાણ કરનાર ખાનગી કંપની IIFL ઓફિસમાં આજે સવારે ઓફિસ ખુલતા જ ૬ જેટલા બુકાનીધારીઓ હથિયારો સાથે ત્રાટકીને લાખોની રોકડ રકમ સહિત અંદાજે ૧૦ કરોડ રૂપિયાની કિંમતનું સોનુ લઇને ગણતરીની મિનિટોમાં જ ભાગી છૂટયા હતા. લૂટારાઓએ કર્મચારીને સેલો ટેપથી બાંધીને દિલધડક અને પોલીસનો કોઇ ડર કે ખોફ રાખ્યા વગર ગુજરાતની સૌથી મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આટલી મોટી લૂંટની જાણ ગાંધીનગર સરકારને પણ થતાં પોલીસ ભવન હરકતમાં આવી ગયું હતું અને લૂંટારાઓને ઝબ્બે કરવા નાકાબંધી સહિતના આદેશો છૂટયા હતા. આ લૂંટની ઘટનાના પગલે ગુજરાતમાં સોનાની સામે ધિરાણ કરતી અન્ય કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પોતાની ઓફિસ તથા સોનુ રાખ્યુ હોય તે લોકરોની સુરક્ષા વધારી દીધી હતી. ગુજરાતમાં કદાજ આટલી મોટી લૂંટ અને તે પણ સોનાની થઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો કહી શકાય.
વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે આઇઆઇએફએલ (IIFL) ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા ૧૦ વાગ્યાની આસપાસ એક બાદ એક ૬ જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે ૮ કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે ૧૦થી ૧૫ મિનિટમાં જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારુઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોની નાકાબંધીની જાણ કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
દરમ્યાનમાં એક એવી પણ વાત બહાર આવી છે કે જ્યારે ઘટના બની ત્યારે કરોડો રૂપિયાનું સોનુ ધરાવનાર આ કંપનીનો હથિયારધારી વૉચમેન ક્યાં હતો અથવા જો સલામતી રક્ષકની વ્યવસ્થા ન કરી હોય તો તે પણ શંકા ઉપજાવે તેમ છે. વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી આઈઆઈએફએલ (IIFL) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં સવારના સમયે ઓફિસ ખુલી હતી એ દરમિયાન લૂંટારુંઓએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે ૧૦ કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. ભરચક વિસ્તારમાં દોળા દિવસે થયેલી લૂંટને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફએલ (IIFL) ખાનગી ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર સહિત જિલ્લા અને રાજ્યમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કર્મચારીઓ પ્રમાણે, આ લોકોએ ઝભ્ભો લેંધો અને ઉપર જેકેટ પહેર્યું હતું. આ સાથે તેમણે મોં પર બુકાની બાંધી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજુ બાજુની દુકાનનાં સીસીટવી ફૂટેજમાં પણ આ આરોપીઓને શોધવા આવશે. હાલ જિલ્લાની આસપાસની તમામ બોર્ડર પર નાકાબંધી કરી દેવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY