પોલીસે ૩ રાઉન્ડ ફાયરીંગ કરતા આરોપીનું સારવાર બાદ મોત નિપજ્યું

0
263

વાપી,તા.૩૦
વાપીમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ફાયરિંગમાં આરોપીનું મોત નિપજ્યું છે. મૃતક આરોપીનું નામ રાજુ મરાઠી છે અને તેનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યું છે.
મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ અને આરોપી રાજુ મરાઠી વચ્ચે કુલ ૩ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
પોલીસ રાજુ મરાઠીને પકડવા ગઇ તે સમયે આ ઘટના બની હતી. પોલીસના જવાબી ફાયરિંગમાં રાજુને ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY