અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં વેન્ટીલેટર પર સારવાર લેતી કિશોરીને ગ્રીન કોરિડોર પૂરો પાડવામાં આવ્યો છે. સેલ્બી હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ લઈ જવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવાયો છે. આ કોરિડોર એસજી હાઈવે પર પોલીસ દ્વારા બનાવાયો છે. આ કોરિડોર દ્વારા આગમાં દાઝેલી કિશોરીને અન્ય હોસ્પિટલમાં ખસેડાશે. પ્રહલાદનગરમાં મકાનમાં આગ લાગતા કિશોરી ઈજાગ્રસ્ત થઇ હતી.
તાજેતરમાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-૩ બી ફ્લેટમાં એક મકાનમાં મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાં હતા. જયારે બે સંતાનો અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ પરિવારની એક પુત્રી સેલ્બી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેને ત્યાંથી ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવી છે. જે માટે સેલ્બી હોસ્પિટલથી ઝાયડ્સ હોસ્પિટલના રૂટને ગ્રીન કોરીડર બનાવીને દેવામાં આવ્યો હતો.
યુવતીને ગ્રીન કોરીડોરમાં સેલ્બી હોસ્પિટલથી ઝાયડ્સ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરોના કહ્યાં પ્રમાણે આ કિશોરીને અન્ય હોસ્પિટલમાં લઇ જવા માટે વધારે સમય લાગવો ન જાઇએ. કારણ કે તેની હાલત ગંભીર છે. તેને લઇ જતી વખતે કોઇપણ પ્રકારનો ઝટકો ન લાગે તેની પણ તકેદારી રાખવાની રહેશે.
આ કિશોરીની એમ્બ્યુલન્સને એકદમ ઓછી સ્પીડમાં લઇ જવામાં આવી રહી હતી. જેથી તેને કોઇ જ પ્રકારની સમસ્યા ન થાય તેટલી જ સ્પીડમાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. તે એમ્બ્યુલન્સની આગળ પાછળ પોલીસનો મસમોટો કાફલો પણ રાખવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




