ન્યુ દિલ્હી,
તા.૮/૩/૨૦૧૮
સરકાર વધારે ૧૦ નેશનલ હાઈવેને લીઝ પર આપીને આશરે ૬૬ અબજ રુપિયા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. આ રકમનો ઉપયોગ રોડ કન્સ્ટ્રક્શન માટે કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના મેમ્બર રોહિતકુમાર સિંહેના જણાવ્યા અનુસાર સરકારની માલિકીહકના હાઈવેને લીઝ પર આપવાના બીજા રાઉન્ડ માટે એપ્રિલમાં બોલી લગાવવામાં આવશે. આ હાઈવે ટોલ ઓપરેટ ટ્રાન્સફર મોડલ પર આપવામાં આવશે.
નેશનલ હાઈવેમાં રોકાણ કરવાને લઈને પ્રાઈવેટ સેક્ટરની રૂચિ રહી છે. આ હાઈવે માટે ટોપ ગ્લોબલ પ્રાઈવેટ ઇક્વિટી અને પેન્શન ફંડ્સ દ્વારા બોલી લગાવવામાં આવે તેવી શક્્યતાઓ છે. લીઝ પર આપવામાં આવનારા હાઈવેની ઓળખ કરવામાં આવી રહી છે.
સરકારે હમણા જ ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ૯ જેટલા નેશનલ હાઈવેને લીઝ પર આપવા માટે નીલામી કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના ઈન્વેસમેન્ટ બેંકિંગ અને ફાઇનન્સિઅલ સર્વિસીઝ ગ્રુપ મેક્વાયરીએ બોલી જીતી હતી. કંપનીએ ૯ નેશનલ હાઈવે માટે ૯,૬૮૧ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે સરકારને માત્ર ૬,૨૫૮ કરોડ રૂપિયા જ મળવાની આશા હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"