માંડલની શાશ્વત વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવમાં ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
49

માંડલ ગામના વિરમગામ રોડ પર આવેલ શાશ્વત વિદ્યાલયમાં કેજી થી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાશ્વત વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવનું દરવર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે બુધવારે શાશ્વત વિદ્યાલયનો 14 મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં ધો.5 થી લઈને 10-12 સુધીના વિદ્યાર્થીઓએ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. હિન્દૂ સંસ્કૃતિ ને લઈને દરેક ગીતો પર પરફોર્મન્સ કરવામાં આવેલ હતું અને લેસર કિરણો વાળી લાઈટોનો ભવ્ય સેટ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ,સ્કૂલ ના શિક્ષકો, સંચાલકો અને માંડલના નાગરિકો અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત લોકોમાં શાશ્વત વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં રજુ કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY