છોટુ વસાવાનો સરકાર સામે મોરચો,આદિવાસીઓના હક્ક માટે આજે કરશે ઉપવાસ આદિવાસીઓના હકના નાણાં સરકાર આપતી નથી, તેનાથી તાયફાઓ થઇ રહ્યા છેઃ છોટુ વસાવા

0
32

અમરેલી,તા.૩૦
પીએમ મોદીના કાર્યક્રમ પહેલા ધારાસભ્ય છોટુ વસાવાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. છોટુ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, સરકારના વિરોધમાં આવતી કાલે અંબાજીથી ઉમરગામ વચ્ચે આવેલા તમામ ગામના લોકો ઉપવાસ કરશે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આવતીકાલે ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ થશે, ત્યારે આદિવાસી વિસ્તારમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. આ સંદર્ભે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ આજે અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં છોટુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ સામે અમને કોઇ વિરોધ નથી. પરતું આ પ્રોજેક્ટને કારણે આદિવાસીઓના હક્કો છીનવાઇ રહ્યા છે. તેની સામે અમારો વિરોધ છે. જ્યાં સુધી આદિવાસીઓને તેમના હક્કો નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે. અમારી એક જ માંગ છે કે, અમારા વિસ્તારમાં કલમ ૨૪૪-૧ની અમલવારી સાથે પાંચમી અનુસૂચિ લાગુ કરવામાં આવે. સ્થાનિક લોકોને તેમના હક્ક મળવાં જાઇએ. આદિવાસીઓના હક્કના નાણાંથી સરકાર તાયફાઓ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY