રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર રોગ વાળા બાળકોને ડિસ્ટ્રીક અર્લી ઈન્ટરવેશન સેન્ટર સિવીલ હોસ્પિટલ – અમરેલી ખાતે સંદર્ભ સેવા અપાઈ

0
16

તારીખ ૨૭ નવેમ્બર ૨૦૧૮ થી ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ થયેલ છે. જેમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના શાળા એ જતાં, ન જતાં તેમજ આંગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી ૪ ડી મુજબ કરવામાં આવે છે. તપાસણી દરમ્યાન જન્મજાત ખામી જેવી કે જન્મજાત હ્રદય રોગ, કીડનીની બીમારી, ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ, સાંભળવાની તકલીફ જેવા ગંભીર રોગ ધરાવતા બાલકોને સંદર્ભ સેવા પુરી પાડી વધુ સારવાર અર્થે હાયર સેન્ટર પર રીફર કરી સંપુર્ણ સારવાર મફતમા આપવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ :- ૦૩/૦૧/૨૦૧૯ ને ગુરૂવારના રોજ અમરેલી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ૧૦ જેટલા હ્રદય રોગ, ૨ સાંભળવાની તકલીફ તેમજ ૩ અન્ય ખામી વાળા બાળકોને ડિસ્ટ્રીક અર્લી ઈન્ટરવેશન સેન્ટર સિવીલ હોસ્પિટલ – અમરેલી ખાતે સંદર્ભ સેવા પુરી પાડી હાયર સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે રીફર કરેલ. આ સમગ્ર સેવામાં બાળરોગ નિષ્ણાંત ડૉ. કૌશિક બારોટ સાહેબ તથા આર.બી.એસ.કે. ના મેડીકલ ઓફીસર ડૉ. કીશન ગોહીલ, ડૉ. કિષ્નાબેન ખુંટ, ડૉ. દિવ્યાબેન મુલાણી ફિમેલ હેલ્થ વર્કર માનસીબેન, નયનાબેન તથા ડિસ્ટ્રીક અર્લી ઈન્ટરવેશન સેન્ટર – અમરેલી ખાતે ફરજ બજાવતા સોશ્યલ વર્કર (કાઉન્સેલર) નરેન્દ્રભાઈ મકવાણા એ ભારે જહેમત ઉઠાવી હતી.
નરેન્દ્ર મકવાણા (મહુવા)
૯૯૦૯૦૬૭૪૫૮

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY