ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતની આર્થિક વૃદ્ધિ આ નાણાં વર્ષમાં રિકવરીના માર્ગ પર છે અને ફરી ૭.૫ ટકાથી વધુનો ગ્રોથ હાંસલ કરશે, એવું ભૂતપૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ એડ્વાઈઝર અરવિંદ વીરમણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વાર અમેરિકામાં ભારતની નિકાસ વધારવાની તક છે. છેલ્લા સાતેક વર્ષથી આર્થિક ગ્રોથે ઘણી ચડ-ઉતર જાઈ છે જે હવે રિકવરીના માર્ગે છે.
ઘરઆંગણાની વાત કરીએ તો રોકાણો અને આર્થિક શાણપણને ભોગે રાજકીયપ્રેરિત સરકારી ક્ધઝમ્પશન ખર્ચ છે. આ લાલચ રોકવામાં આવશે તો દેશ આ વર્ષે ૭.૫ ટકાનો ગ્રોથ જાઈ શકશે, એવું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન પર મૂકેલા નિયંત્રણોને પગલે સર્જાયેલી આૅઈલની ભાવવધારાની સ્થિતિ ચિંતાનો મુદ્દો છે.
અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વાર વિશે પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે વૈશ્ર્વિક અર્થતંત્ર પર એની થોડીઘણી વિપરીત અસર રહેશે. અલબત, આ વારથી ભારતને અમેરિકામાં નિકાસ વધારવાની તક મળી છે. આઈએમએફ ખાતે ભારતના એક્ઝિક્્યુટીવ ડાયરેકટપદે રહી ચૂકેલા આ ભૂતપૂર્વ આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે ભારત ૨૦૩૫ સુધીમાં મહાન આર્થિક સત્તા બની રહેશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




