વેસુમાં વેપારીના ફલેટમાંથી બે નોકરો રૂ. ૪૦ લાખના ઘરેણાં તફડાવી ગયા

0
11

સુરત, તા. ૨૫
વેસુ સ્વીમ પેલેસ એપાર્ટમેન્ટના ફલેટમાંથી નોકર રૂપિયા ૪૦ લાખના દાગીના સહિતની મતા ચોરી કરી ગયો હતો. નોકર સહિત બે જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ શ્યામ બાબા મંદિર પાસે સ્વીમ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી વિમલ વિશ્વનાથ બેડીયાએ આરોપી નોકર કમલેશ યાદવ, શંકરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૪/૧૦/૧૮ના રોજ આરોપીઅોએ ફરિયાદીના ફલેટના કબાટમાંથી સોના-હીરા જડીત દાગીના, રોકડા રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ્લે રૂ. ૪૦,૧૫,૦૦૦ની મતા ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. આમ વેસુમાં વેપારીના ફલેટમાંથી બે નોકરો દ્વારા રૂ. ૪૦ લાખના ઘરેણાં તફડાવી ગયા હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોîધાવવા પામી છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY