સુરત, તા. ૨૫
તેલંગાણાના આર્મીમેને લીંબાયત વિસ્તારની કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી. પીડિતા કિશોરીનો આરોપી આર્મીમેન દૂરનો મામા થાય છે.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તેલંગાણાના વારંગલ જિલ્લાના કોટ્ટાપલ્લી ગામે રહેતા અને આર્મીમાં નોકરી કરતાં સુરેશ રાજેશ મામીડાલા વિરુદ્ધ બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ આપેલી ફરિયાદ મુજબ આરોપી ફરિયાદી પીડિતાનો દૂરનો મામા થાય છે. અને ૨૦૧૭માં ફરિયાદી સાથે આરોપીની ફોન ઉપર વાતો થતી હતી. ફરિયાદીïના નાની બિમાર હોય, ત્યારે આરોપી જાવા માટે ફરિયાદીને ત્યાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ આરોપી રોકાયો હતો તે વખત આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૧૮માં ફરી વખત આરોપી ફરિયાદી પીડિતાના ઘરે આવ્યો હતો અને વાપી ખાતે કામ હોવાનું જણાવી દસ દિવસ ફરિયાદીના ઘરે રોકા હતો અને ફરિયાદીની મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. લીંબાયત પોલીસે પોસ્કો એકટ અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





