સુરત, તા.૨૦
‘સાહિત્ય સંગમ’ના ‘કલ્ચર અડ્ડા’ વડા યોજાતા કાર્યક્રમમાં આજે સાંજે ૬-૦૦ વાગ્યે બકુલ ટેલર ‘અ ડ્રીમલેન્ડ અોફ આર.કે. સ્ટૂડિયો એન્ડ એક ઔર સંગમ’ વિષય હેઠળ વકતવ્ય આપશે. ‘આગ’થી ‘હીના’ સુધીની ફિલ્મો વડે ભારતીય ફિલ્મોમાં અનન્ય સ્થાન પામનાર રાજકપૂરે જે આર.કે. સ્ટૂડિયોને પોતાની સ્વપ્નભૂમિ બનાવેલો તે હવે વેચવાના આરે છે. આ દરમ્યાન જ રાજકપૂર અને આ સ્ટૂડિયોના શાંત સાક્ષી રહેલા અને એ સમયને જીવનારા કૃષ્ણાકપૂર પણ હમણાં જ વિદાય પામ્યા છે ત્યારે આર.કે. સ્ટૂડિયો અને નરગીસ, રાજકપૂર, કૃષ્ણાકપૂર વચ્ચે રચાયેલા રિયલ સંગમની કથા આ કાર્યક્રમમાં કહેવાશે. સાહિત્ય સંગમ, બાવા સીદ્દીનો ટેકરો, કાજીનું મકાન, પં ચોલીની વાડી સામે યોજાયેલો આ કાર્યક્રમ શનિવાર, ૨૦ મી અોકટોબર, સાંજે છ વાગ્યે યોજાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


