જાકાર્તા,તા.૨૩
અહીં રમાતી ૧૮મી એશિયન ગેમ્સમાં આજે પાંચમો દિવસ છે અને ભારતે રજત ચંદ્રક જીત્યો છે. આ મેડલ અપાવનાર છે ૧૫ વર્ષનો શાર્દુલ વિહાન.
શાર્દુલે પુરુષોની શૂટિંગ રમતમાં ડબલ ટ્રેપ હરીફાઈમાં સિલ્વર જીતીને સૌને ચોંકાવી દીધા છે.
શાર્દુલ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. આ નવોસવો શૂટર ફાઈનલમાં કોરિયાના અનુભવી શૂટરને હરાવી શક્્યો નહીં, જાકે એના દેખાવથી ગેમ્સમાં સનસનાટી મચી ગઈ છે.
ગયા વર્ષે શાર્દુલ ૧૪ વર્ષનો હતો ત્યારે એણે શોટગન નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
શાર્દુલના કોચ છે અન્વર સુલતાન, જે એશિયન ચેમ્પિયનશિપના ભૂતપૂર્વ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે.
શાર્દુલે ગયા વર્ષે મોસ્કોમાં રમાઈ ગયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો હતો અને એ માટે એની પ્રશંસા થઈ હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





