બેંકો NBFCને ૧૫ ટકા સુધી લોન આપી શકે : આરબીઆઇ

0
69

મુંબઈ,તા.૨૦
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હોમ ફાઇનાન્સ કંપનીઓ માટે લિÂક્વડિટીનો પ્રવાહ વધારવા કેટલાંક પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંઓ હેઠળ બેન્કો એનબીએફસી અને એચએફસીને જેટલી વધુ લોન આપશે તેની બરાબર પોતાની પાસે ગવર્નમેન્ટ સિક્્યોરિટીને રિઝર્વ બેન્કમાં જમા રાખીને તેના આધાર પર લોન લેવા માટે ઉપયોગ કરવાની છૂટ રહેશે.
આરબીઆઇએ આ માટે લિક્વિડિટી કવરેજ રેશિયોના કેટલાક નિયમમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈએ એનબીએફસી માટે કેપિટલ અગાઉ જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૫ ટકા કરી છે. રિઝર્વ બેન્કના સક્રયુલર અનુસાર બેન્કને ૧ ઓક્ટોબરથી એસએલઆરની શરતોનું પાલન કરીને ૧૫ ટકાની સમકક્ષ ગવર્નમેન્ટ સિક્યોરિટીને રિઝર્વ બેન્ક પાસે જમા રાખીને નાણાં લેવાની છૂટ છે.
આરબીઆઈની આ જાહેરાત બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે સારી એસેટ્‌સ ધરાવતા એનબીએફસી માટે મદદ કરવા એસબીઆઈ તૈયાર છે. બેંક અને એનબીએફસી માટે સારી એસેટ્‌સ અત્યંત મહત્વપૂર્ણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY