મુંબઈ,તા.૨૩
મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એક વધુ સિદ્ધિ નોંધાવી છે. આજે આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન તેના ઈતિહાસમાં પહેલી જ વાર રૂ. ૮ લાખ કરોડના આંકે પહોંચ્યું છે.
બપોરે ૧.૪૫ વાગ્યે ઇૈંન્નો શેર રૂ. ૧,૨૬૨.૫૦નો બોલાતો હતો. એ રૂ. ૧૬ અથવા ૧.૨૮ ટકાના લાભની સ્થિતિમાં હતો.
આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૮,૦૦,૧૨૮.૨૯ કરોડ થયું છે, એમ સ્ટોક એક્સચેન્જની માહિતી પરથી જાણવા મળ્યું છે.
સમીક્ષકોનું માનવું છે કે માર્કેટ કેપ હજી વધશે. ગયા જુલાઈમાં, રિલાયન્સ જિયોએ એપ્રિલ-જૂન, ૨૦૧૮ માટે રૂ. ૬૧૨ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો જે વીતી ગયેલા ક્વાર્ટરની સરખામણીમાં ૧૯.૯ ટકા વધારે હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




