વિનય શાહે કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરેલી ફાઈલો એફએસએલ રિકવર કરશે

0
190

અમદાવાદ,તા.૨૮
બહુ ચકચારી બનેલા ર૬૦ કરોડ રૂપિયાના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વિનય શાહ નેપાળથી ઝડપાયો છે ત્યારે તેની ધરપકડના સમાચાર મળતાંની સાથે જ ભોગ બનનાર લોકોની ભીડ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરવા માટે ઊમટી પડી છે તો બીજી તરફ વિનય શાહની ઓફિસ તેમજ ઘરેથી કબજે કરેલા કમ્પ્યૂટરને સીઆઇડીની ટીમે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપ્યા છે. વિજય શાહ ફરાર થયો ત્યારે તેણે કમ્પ્યૂટરમાંથી કેટલાક મહત્વના ડેટા ડિલીટ કર્યા હતા. કમ્પ્યુટરમાંથી મહત્વના ડેટા રીકવર કરવા માટે સીઆઇડી ક્રાઇમે એફએસએલની મદદ લીધી છે.
નેપાળના પોખરાથી વિનય શાહ અને તેની મિત્ર ચંદાની નેપાળ પોલીસે વિદેશી ચલણી નોટ સાથે ધરપકડ કરી છે. રંગીન મિજાજના વિનય શાહની ધરપકડ બાદ પોલીસ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ તેની કસ્ટડી લેવામાં પોલીસને આંખે પાણી આવી જાય તેવું લાગી રહ્યું છે. પાલડીના યુનિયન ફ્લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન વેબસાઇટ પર જાહેરાતો જાવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.
આ ઘટનામાં વિનય શાહ તેની પત્ની અને એજન્ટો વિરુદ્ધમાં એક પછી એક પોલીસ ફરિયાદ થવા લાગી હતી, જેથી આ સમગ્ર કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે રાજ્યના પોલીસવડાએ આદેશ આપ્યા હતા. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ બાદ તેના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂત સાથે થયેલી કથિત ઓડીયો ક્લીપે લોકોમાં ચર્ચા જગાવી હતી. આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ મીડિયાના કેટલાક રિપોર્ટર સહિત રાજનેતાએ લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપો પણ ઊઠ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY