દારૂ ભરેલા કન્ટેનરને એસઓજીએ ઝડપ્યું, એકની ધરપકડ

0
55

આણંદ,તા.૨૮
રાજયમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની પ્યાસી આત્માઓ માટે દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે હવે આણંદના વાસદ પાસેથી દારૂ ભરેલું કન્ટેઇનર ઝડપાયું છે. આ દારૂ ભરેલુ ક્ન્ટેઇનર એસઓજી પોલીસે ઝડપ્યું છે. નડિયાદથી બરોડા તરફ દારૂ ભરેલું કન્ટેઇનર જતું હોવાથી એસઓજી પોલીસને બાતમી મળી હતી.
બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી અને એક શંકાસ્પદ કન્ટેઇનરને ઝડપી પાડીને ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન ટ્રાન્સપોર્ટના સામાન સાથે પોલીસને ૧૧૭ પેટી જેટલો દારૂ મલી આવ્યો હતો.
આટલો મોટો જથ્થો મળી આવતાં પોલીસ ડ્રાઇવરની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક ઇસમ ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૫ લાખના દારૂ સહિત ૩૩ લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY