રશિયન છોકરી સાથેના વીડિયોને લઇને ઓસ્ટ્રીયાની સરકારે ગુમાવી સત્તા

0
8

વિન્ના,તા.૨૮
રશિયન છોકરી સાથે ઓસ્ટ્રીયાની ફ્રિડમ પાર્ટીના નેતાના લીક થયેલા વાયરલ વીડિયોએ હડકંપ મચાવી દીધો છે. વીડિયો વાયરલ થયો ત્યારથી લઇને અત્યાર સુધી આ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. આ વીડિયોના કારણે ઓસ્ટ્રીયામાં સરકારે સત્તા ગુમાવવી પડી છે. સંસદ દ્વારા બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં ક્રુઝ જરૂરી સમર્થન હાંસલ કરી શકિયા નહોંતા જેથી ઓસ્ટ્રીયાના ચાન્સલર પદેથી સેબેસ્ટીયન ક્રુઝની વિદાય થઇ ગઇ છે.
તેમના ભૂતપૂર્વ સહયોગી ફ્રીડમ પાર્ટી અને વિપક્ષી દળ સોશિયલ ડેમોક્રેટ્‌સે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતુ. આ તરફ ઓસ્ટ્રીયાના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વેન ડેર બેલને વર્તમાન ચાન્સલર હર્ટવિગ લોગરને વચગાળાના નેતા તરીકે પસંદ કર્યા છે.
હકિકતે આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જર્મન મીડિયામાં એક વીડિયો પબ્લિશ થયો હતો. આ વીડિયો ખાનગી રીતે ૨૦૧૭માં સ્પેનના દ્રિપ ઇબિસામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ૨૦૧૭માં દેશમાં થયેલી ચૂંટણી પહેલાનો વીડિયો છે.
જર્મન મીડિયામાં પ્રસારિત આ વીડિયોમાં ફૂટેજમાં એ નજર આવી રહ્યુ છે કે ફ્રીડમ પાર્ટીના નેતા અને જર્મનીના વર્તમાન સરકારમાં વાઇસ ચાન્સલર રહેલા હેનિઝ ક્રિશ્ચિયન સ્ટાર્કે તેમની જ પાર્ટીના મોટા નેતા જાહાન્ના ગુડેનસ સાથે વાત કરી રહ્યા છે.
આ વીડિયો સામે આવ્યાના ગણતરીના કલાકોમાં કુર્ઝે સ્ટાર્કને હટાવવાનો નિર્ણય કર્યો હતો અને સ્ટાર્કે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતુ. બાદમાં ફ્રિડમ પાર્ટીના અન્ય મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા અને સરકાર લઘુમતિમાં આવી ગઇ હતી.
ઓસ્ટ્રીયાની પીપલ્સ પાર્ટીના પ્રમુખ સેબેસ્ટિયન ક્રુઝ દેશના પહેલા એવા ચાન્સલર બની ગયા છે જેમની સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ સમયે સત્તા ગુમાવવી પડી છે. ૨૦૧૭માં તેઓ ફક્ત ૩૧ વર્ષની ઉંમરે ઓસ્ટ્રીયાના ચાન્સલર બન્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY