રિટર્ન ન ભરનાર સામે થશે કાર્યવાહી, સરકાર ફટકારશે નોટિસ

0
75

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૧
રિટર્ન ન ભરનાર અધિકારીઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહે નિવેદન આપ્યુ છે કે, રિટર્ન ન ભરનાર અધિકારીઓને સરકાર નોટિસ ફટકારશે. આ મામલે ૧ હજાર જેટલા વર્ગ -૧ અને વર્ગ-૨ના અધિકારીઓને નોટિસ ફટકારવામા આવશે.
સાથે જ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ન ભરતા અધિકારીઓને શો કોઝ નિટસ આપવામા આવશે. અને રિટર્ન ન ભરના અધિકારીઓના પગાર અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઇન્કમ ટેક્સ રિટર્ન અને ટેક્સ ન ભરનાર પર સરકાર કમર કસી રહી છે. જે લોકોએ ગત વર્ષોમાં રિટર્ન ફાઇલ નથી કર્યા નાણા મંત્રાલય તેમને નોટિસ મોકલવામાં આવશે. નોટીસમાં રિટર્ન ન ભરવાનું કારણ પૂછવામાં આવશે. જાકે કેન્દ્ર સરકાર વધુમાં વધુ ટેક્સ ભરવાની યોજના રંગ લાવી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારને પ્રત્યક્ષ ટેક્સના રૂપમાં વધારાના ૧.૫ લાખ કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ હવે ૬૫ લાખ કરદાતાઓ પર નજર છે. જેમને ગત વર્ષોમાં રિટર્ન નથી ભર્યું અથવા ટેક્સ ચોરી કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY