વિપ્લવ દેવનું ફરી વિવાદાસ્પદ નિવેદનઃ બતકોના તરવાથી પાણીમાં ઓકસીજન વધે છે

0
8

ન્યુ દિલ્હી,તા.૨૮
ત્રિપુરાના સીએમ વિપ્લવ દેવ એક વાર ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે બતકોના તરવાથી પાણીમાં ઓકસીજનનું સ્તર વધે છે. આ કારણે તેઓ સમ્રગ રાજયમાં બતક વેચવા માંગે છે.
વિપ્લવ દેવે કહ્યુ કે બતક વેચવાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે. તળાવમાં બતકના તરવાથી રીસાઈકલિગં થાય છે અને ઓકસીજનનું સ્તર વધે છે.
ઈન્ડિયન એકસપ્રેસ અનુસાર નીરમહલના બાજુમાં બનેલી કૃત્રિમ તળાવ રૂદ્ર સાગરમાં હોડી સ્પધાના ઉદઘાટન સમયે આ વાત કહી હતી. તળાવના કિનારે રહેવા વાળા માછીમારોને ૫૦,૦૦૦ બતકના બચ્ચાનું વિતરણ કરશે. આ બાદ સમ્રગ ત્રિપુરાના ગ્રામિણ ક્ષેત્રમાં બતકોના બચ્ચાનું વિતરણ કરવામાં આવશે. તળાવોની પાસે આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં ખાસ વિતરણ કરવામાં આવશે.
ત્રિપુરાના સીએમ બન્યા પછી વિપ્લવ દેવ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં વિપ્લવ દેવે કહ્યુ હતુ કે મોબ લિંચિગની ઘટણાની પાછળ આંતરાષ્ટ્રીય ષંડયંત્ર કરાર કરતા કહ્યુ કે ત્રિપુરામાં આવી ઘટણા પર લગામ લગાવાઈ છે.
વિપ્લવ દેવે સૌથી પહેલા મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ડાયના હેડન ભારતીય બ્યૂટી નથી. ડાયના હેડની જીત ફિક્સ હતી. તેમણે કહ્યુ કે ડાયના હેડન ભારતીય મહિલાઓની સુદરતાની પસશંક નથી. એશ્વર્યા રાય છે. તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ આપી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY