વિશાલ ૫૦ લૂંટ,૧૩ હત્યાઓ,ખંડણીનો આરોપી છે
અમદાવાદ,તા.૨૯
અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને આજે મિર્ઝાપુર કોર્ટે ૭ વર્ષની સજા ફટકારી છે, સાથે જ ૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો છે. અમદાવાદ સહિત અન્ય ૫ રાજ્યો સોનીઓની માહિતિ મેળવીને તેમની પાસે લાખો-કરોડોની ખંડણી ઉઘરાવતો હતો. વિશાલ ગોસ્વામીએ વર્ષ ૨૦૧૧ માં બેંક લૂંટ સાથે રાજ્યમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભુજમાં બેન્ક ઓફ ઈન્ડીયાને લક્ષ્ય બનાવ્યું અને ૧૨ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. રાજ્યમાં વિશાલ ગોસ્વામી ૪ હત્યા અને ૨૨ લાખની લૂંટ સાથે વોન્ટેડ હતો.
વિશાલ અને તેની ગેંગ રાજસ્થાન, કર્ણાટક, યુપી, એમપી અને ગુજરાતમાં ૫૦ લૂંટ, ૧૩ હત્યાઓ, ખંડણી અને હત્યાના પ્રયાસમાં સામેલ હતા. રાજ્યમાં વિશાલ ગોસ્વામી ૪ હત્યા અને ૨૨ લાખની લૂંટ સાથે વોન્ટેડ હતો. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન ગુજરાતમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ સહિતના ૨૬ ગુનાઓ આચરનાર વિશાલ ગોસ્વામીએ શહેરના જ્વેલર્સને ટાર્ગેટ બનાવીને આતંકનો માહોલ ઊભો કરી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



