સુરત,તા.૨૯
હાલ ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે ત્યારે રત્નકલાકારો આપઘાત કરવાની ઘટનામાં એક બિલ્ડરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની સામે પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં જ બિલ્ડરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કતારગામ વિસ્તારમાં આવેલા આંબા તલાવડી રામકથા રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા નાગજીભાઈ પરષોતમભાઈ ધામેલીયા બિલ્ડીંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. તેઓએ આજે ઘરેથી નીકળી કતારગામ વિસ્તારમાં ફાયર સ્ટેશન સામેની પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી નેસ્ટ બિલ્ડકોન અને પાર્થ કન્ટ્રક્શન નામની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તબક્કે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે,દેવું વધી જતાં તેમણે આ પગલું ભર્યું હોય શકે છે.
બિલ્ડર નાગજીભાઈ ધામેલીયાએ આપઘાત અગાઉ સુસાઈડ નોટ લખી હતી.જે પોલીસને હાથ લાગી છે. પરંતુ તેમાં તેમણે આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર હતું અને શું ખુલાસા કર્યા છે તે હજુ પોલીસે જાહેર કર્યું ન હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



