નોકરી ચાલી જવા પર વિશ્વકર્મા ખાતુ મદદ કરશે…!!

0
25

ન્યુ દિલ્હી,તા.૧૧
સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા કામદારો અને કર્મચારીઓ માટે એક નવી યોજના લાવી રહી છે. કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વર્કર્સને પીએફ-પેન્શન સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક પ્લાન તૈયાર કર્યો છે.
હવે જા કોઇની નોકરી ચાલી જશે તો પરિવારનો ખર્ચ ચલાવવાની ચિંતા રહેશે નહીં. વિશ્વકર્મા ખાતાં ખોલાવવામાં આવશે અને તેના દ્વારા પરિવારનો ખર્ચ ચાલશે. મોદી સરકાર આગામી સમયમાં ૫૦ કરોડ ભારતીયો માટે વિશ્વકર્મા ખાતાં ખોલશે. આ એક પ્રકારનું સોશિયલ સિક્્યોરિટી ખાતું હશે, જે નોકરી ગુમાવનાર કર્મચારીને પીએફ-પેન્શન અને ગ્રૂપ મેડિકલ ઇન્સ્યોરન્સ ઉપરાંત બેરોજગારી ભથ્થાં જેવા ફાયદા અપાવશે.
અહેવાલો અનુસાર કંપની જ પોતાના કર્મચારીઓનું સોશિયલ સિક્્યોરિટી એકાઉન્ટ વિશ્વકર્મા કર્મિક સુરક્ષા ખાતાં ખોલાવશે અથવા તો કામદાર સ્વયં આ ખાતું ખોલાવી શકશે. આ ખાતું પોર્ટેબલ હશે અને બીજી કંપનીમાં પણ ટ્રાન્સફર કરી શકાશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY