અમદાવાદ,તા.૧૫
શહેર હાલ રોગચાળાના ભરડામાં આવી રહ્યું છે. મચ્છરોને કારણે લોકોને સ્વાઈન ફ્લૂથી લઈ ડેંગ્યૂ જેવી બીમારીઓ થઈ રહી છે. તેમાં પણ આજે ૧૧ ડાક્ટર ડેંગ્યૂનો ભોગ બન્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮ અને વીએસ હોસ્પિટલમાં ૩ ડાક્ટર ડેંગ્યૂનો ભોગ બન્યા છે. આ રોગચાળાને પગલે શહેરના મેયરે આરોગ્ય વિભાગ સાથે પણ બેઠક યોજી છે. આ સિવાય છેલ્લા દોઢ મહીનાથી અમદાવાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થઈ ચુકવ્યા છે. આમ મેટ્રો સિટી અમદાવાદ હાલ બિમાર અમદાવાદ બની ગયું છે.
અમદાવાદ મ્યુનિસિપલના હેલ્થ અધિકારીઓને ફોગિંગ અને કોલ્ડ ફોગિંગના મશીનો ખરીદવામાં જેટલો રસ છે, તેનાથી ૧૦માં ભાગનો રસ આ મશીનોનો ઉપયોગ કરવામાં નથી. માત્ર એટલું જ નહીં, ઘરે ઘરે મચ્છરની દવાનો છંટકાવ, સર્વેક્ષણ, ફોગિંગની કામગીરી એ હદે ધીમી પડી ગઈ છે કે જાહેરમાં તેમજ સોસાયટીઓમાં આઇઆરએસ કિયાય દેખાતી નથી.
આઇઆરએસની દવાના છંટકાવનો કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કિયા કેટલા મકાનોમાં કામગીરી થઈ, ખરેખર કામગીરી ચાલે છે કે, કાગળ પર ઘોડા દોડે છે, પશ્ચિમ- નવા પશ્ચિમમાં તો ફોગિંગનો કોન્ટ્રાક્ટ અપાય છે. તેના માણસો કામગીરી કરે છે કે નહિં તે કોઈ જાતું જ ના હોય તેવી સ્થિતિ છે. ખરેખર તો દર સપ્તાહે થયેલી કામગીરીના આંકડા કમિટીમાં રજૂ કરવાના હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



