ન્યુ દિલ્હી,તા.૧૫
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો વધારે ગરમાતો જાય છે. ચેન્નાઈમાં યોજાયેલા લીટરેચર ફેસ્ટિવલમાં અપાયેલા નિવેદનના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના બે દિગ્ગજ નેતાઓ મંદિરના મુદ્દે એકબીજા સાથે ભીડાઈ ગયા છે.
કોંગ્રેસ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે કહ્યું હતુ કે કોઈ હિન્દુ એવુ નહી ઈચ્છે કે અયોધ્યામાં મસ્જિદ તોડી પાડીને તે જગ્યાએ રામ મંદિર બનાવવામાં આવે.
બીજી તરફ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેનો જવાબ આપતા કહ્યું છે કે થરુર સામે ચાર્જશીટ થયેલી છે. આવા વ્યકિતના નિવેદન પર શું કહેવુ છે જે પોતે નીચ માણસ છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે મણી શંકર ઐયરે પીએમ મોદીને નીચ કહ્યા હતા ત્યારે ભારે હોબાળો થયો હતો. હવે આ જ શબ્દનો પ્રયોગ સ્વામીએ શશી થરુર માટે કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



