સંઘ સંગઠનોમાં હવે મહિલાઓને ૫૦ ટકા જવાબદારી આપવામાં આવશે

0
234

ન્યુ દિલ્હી,તા.૧૫
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હંમેશા મહિલા વિરોધી હોવાનો આરોપ લાગતો રહ્યો છે અને સંઘમાં મહિલાઓની સીધી એન્ટ્રી નથી. પરંતુ હવે મહિલાઓને પણ સંઘમાં જવાબદારી આપવાની દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર આ મુદ્દા પર અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં વિસ્તારપૂર્વક ચર્ચા પછી નક્કી કરવામાં આવ્યું છે કે ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં ૫૦ ટકા ભાગીદારી મહિલાઓને આપવામાં આવે.
આરએસએસ સૌથી મોટી ડિસિઝન મેકિંગ બોડીમાં મહિલાઓને વધારે નેતૃત્વકારી જવાબદારી આપવાની દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. વીએચપી, કિસાન સંઘ સહીત ઘણા સંગઠનો વારા આ દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ કહી ચુક્્યા છે કે મહિલાઓ બરાબરની હકદાર છે અને તેમની સાથે તેવા પ્રકારનું જ વર્તન કરવામાં આવવું જાઈએ.
હાલમાં જ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘમાં મહિલાઓ કેમ નથી. તેમને હેડગેવારના નિવેદન વિશે જણાવતા કહ્યું કે સંઘમાં એવું વાતાવરણ નથી કે મહિલાઓ પુરુષો સાથે કામ કરે. ત્યારે આ પ્રકારનું એક સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને મહિલાઓ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ બનાવવામાં આવી. હવે મહિલાઓ પણ પુરુષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ Îવારા સેવિકા તરીકે કામ કરે છે. તેમને જણાવ્યું હતું કે વ્યવસ્થામાં બદલાવ થવો જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY