મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૂર્ધન્ય હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રી એ શોક સંદેશમાં કહ્યું છે કે માર્મિક શૈલીમાં પોતાના હાસ્ય લેખ અને લેખ માળાઓ, પુસ્તકો દ્વારા વિનોદભાઇએ સમાજજીવનની વાસ્તવિકતાઓનું બખૂબી નિરૂપણ કર્યુ છે.
વિજયભાઇએ સદ્દગતને અંજલિ આપતા ઉમેર્યુ કે તેમના દુઃખદ નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





