ઢોર-ઢાંખરાના માલિકોએ પણ તકેદારી દાખવવી
વ્યારા, તા.૧૨
આગામી તા. ૨૫/૦૪/૨૦૧૯થી તા. ૨૩/૦૫/૨૦૧૯ દરમિયાન સોનગઢ તાલુકાના ઉકાઇ પોલીસ મથકની હદમાં આવતા શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં સુરત શહેરના પોલીસ અધિકારી/પોલીસના માણસોનો વાર્ષિક ફાયરિંગ પ્રેકટિશ યોજાશે. આ ફાયરિંગ પ્રેકટિશ દરમિયાન ફાયરિંગ બટની આજુબાજુ રહેતા પ્રજાજનોની સલામતિ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી ફાયરિંગ બટમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાં જણાવ્યા અનુસાર આગામી તા. ૨૫/૦૪/૨૦૧૯થી તા. ૨૩/૦૫/૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન ફાયરિંગ બટ આજુબાજુ રહેતા તથા બહારની કોઇ પણ અનધિકૃત વ્યક્તિઓ તેમજ ઢોર-ઢાંખર ચરાવવા આવતા ઢોરમાલિકોને તેમના ઢોર લઇ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


