એનટીપીસીની સાથે મળીને સફળ પ્રારંભિક પરિયોજના શરૂ
સુરત, તા.૧૨
ફોર્ટમ, એક ફિનનિશ ઉર્જા કંપની ભારતમાં લાવી રહી છે, એનઓક્સ (નાઈટ્રોજન ઓક્સાઈડ)માં ઘટાડાની ટેકનોલોજી, તેના નવા બિઝનેસ ‘ફોર્ટમ ઇનેક્સ્ટ’ હેઠળ. આ પહેલના ભાગરૂપે, તેમને અનુક્રમે દિલ્હી અને મુંબઈમાં બે સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં અગ્રણી ઔદ્યોગિક નિષ્ણાંતો, નિયમનકર્તા અને પ્રદુષણ અધિકારી તથા પાવર પ્લાન્ટ કંપનીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સેમિનારનો હેતુ, ફોર્ટમની પહેલ વૈશ્વિક ટેકનોલોજી અને તેના સાકલ્યવાદી ઉકેલોની સાથે ભારતમાં તેને થર્મલ પાવર પ્લાન્ટ્સની ઓફર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
“થર્મલએ ભારતની ઉર્જામાં આગામી ૩૦ વર્ષમાં મુખ્ય આધાર તરીકે ઉભરી આવશે. કોલસા જેવા અશ્મિભૂત ઇંધણને બાળવાથી એસિડનો વરસાદ થાય છે અને તે ગ્રહને ગરમ કરવામાં ગ્રીન હાઉસ ગેસનંન ઉત્સર્જન કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે. ઘણા દેશોએ નાઇટ્રોજન ઓક્સાઈડ્સના ઉત્સર્જન પર કડક નિયંત્રણ લગાડી દિધું છે, તો, એનઓક્સમાં ઘટાડાની ટેક્નોલોજીએ વ્યાપક રીતે હારમાં ઉભી છે. સ્વચ્છ ઉર્જા સ્પેક્ટ્રમને ધ્યાને રાખીને, ભારતે પણ તેની એનઓક્સ ઉત્સર્જન મર્યાદાને તાજેતરમાં રજૂ કરી છે, જેમાં મોટા ભાગના કોલસાથી ચાલતા પ્લાન્ટમાં પ્રદુષણ નિયંત્રણ ટેકનોલોજીને સ્થાપવામાં આવી છે, એમ શ્રી સંજય અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર, ફોર્ટમ ઇન્યા કહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



