મતદાન કેન્દ્રોની આસપાસ વાહનો પર ચૂંટણી પંચ નજર રાખશે
વ્યારા, તા.૨૨
તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૩-બારડોલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા તથા મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રિઝવી ન શકાય તે હેતુથી તેમજ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી કોઇ રાજકીય પક્ષો કે બીજા રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતિથી બીજી કોઇ પણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ઉમેદવાર મતદાનના દિવસે ઉમેદવાર પોતાના માટે સમગ્ર લોકસભા મતદાર વિભાગ પુરતું એક જ વાહનની સંબંધિત ચૂંટણી અધિકારી પોતે અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે. સદરહુ વાહન નોંધણી કરાવ્યાના આધાર વર્ણન સાથે રાખવાના રહેશ. ઉમેદવારના ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે સમગ્ર લોકસભા મતદાન વિભાગ પુરતું એક જ વાહન વાહન સંબંધિત ચૂંટણી અધિકારી પોતે અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે. સદરહુ વાહન નોંધણી કરાવ્યાના આધાર વર્ણન સાથે રાખવાના રહેશ.એક વધારાનું વાહન પક્ષના કાર્યકરો માટે મતદાર વિભાગ દીઠ સંબંધિત ચૂંટણી અધિકારી પોતે અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે. સદરહુ વાહન નોંધણી કરાવ્યાના આધાર વર્ણન સાથે રાખવાના રહેશ.ખાનગી વ્યક્તિ કે ઉમેદવાર, એજન્ટ, પાર્ટીના સભ્યો વિગેરે ચૂંટણી કામે પરવાનગી વગરના વાહનોનો ઉપયોગ કરી શકશે નહિં. આવા વાહનોની ઓળખ સહેલાઇથી પ્રસ્થાપિત થઇ શકે અને ઉમેદવારને બિનજરૂરી અસુવિધા ન થાય તે માટે મતદાનના દિવસે ચૂંટણી અધિકારી અથવા આ કામે તેઓએ અધિકૃત કરેલ હોય તેવા સક્ષમ સત્તાધિકારી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનોનો પરમીટ મેળવી વાહનોની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડ સ્ક્રિન ઉપર ડાબી તરફ ઉપરની બાજુ લગાવવાનો રહેશે. પરમીટ લગાવ્યા સિવાયવાહનનો ઉપયોગ કરી શકાશે નહિં. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર સામે ગુનો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બંને સજા થઇ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




