તાપી જિલ્લામાં તાલુકા કક્ષાનો ૨૪મીએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

0
35

કલાસ વન અધિકારી સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ કરશે
વ્યારા, તા. ૧૧
આગામી તા. ૨૪મી, જુલાઇના રોજ તાપી જિલ્લાના તમામ તાલુકાના તાલુકા મથકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ યોજાનારા આ તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં તાપી જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોની સમસ્યા/પ્રશ્નોનું નિરાકરણ કરશે.
જિલ્લા કલેકટર આર.એસ.નિનામા તરફથી મળતી વિગતો અનુસાર આગામી તા. ૨૪મી, જુલાઇના રોજ સવારે ૧૧ૅં૦૦ કલાકે તાપીના તમામ તાલુકા મથકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. વ્યારા મામલતદાર કચેરી ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, મામલતદાર કચેરી, સોનગઢ ખાતે યોજાનારા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, મામલતદાર કચેરી, કુકરમુન્ડા ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, મામલતદાર કચેરી, ડૉલવણ ખાતે પ્રયોજના વહીવટદાર વિજયભાઇ પટલ, મામલતદાર કચેરી, નિઝર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, મામલતદાર કચેરી, ઉચ્છલ ખાતે કલેકટર કચેરીના નાયબ કલેકટર-૧ અને મામલતદાર કચેરી, વાલોડ ખાતે વ્યારા પ્રાંત તુષારભાઇ જાની ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જેઓના પ્રશ્નો સંદર્ભે સંબંધિત કચેરી અને અધિકારીનો અનેકવાર સંપર્ક કર્યા છતાં અને નિયમાનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતાં નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યા/પ્રશ્નો સંબંધિત મામલતદાર કચેરીમાં તા. ૧૫/૦૭/૨૦૧૯ સુધીમાં અચૂક રીતે મળી જાય એ રીતે મોકલી જિલ્લા કલેકટર તરફતી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY