એડિલેડ,તા.૨૬
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી-૨૦ સિરીઝ બરાબરી પર પૂર્ણ થયા બાદ હવે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત ૬ ડિસેમ્બરે એડિલેડમાં રમાનાર મેચથી થશે. હવે આ વખતે ઓસ્ટ્રેલિયા ટીમના બે દિગ્ગજ ખેલાડી બોલ ટેમ્પરિંગના કારણે ભારત વિરૂદ્ધ રમી રહ્યા નથી. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. અને આ જ કારણે તે આ સિરીઝનો ભાગ નથી, પરંતુ સ્મિથ અને વોર્નર ટી-૨૦ સિરીઝ બરાબરી પર રહેતા હવે ઓસ્ટ્રેલિયા ટીમની મદદ કરશે.
આ બંન્ને ખેલાડીઓને ભલે ઓસ્ટ્રેલિયા તરફતી રમવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હોય પરંતુ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ત્યારે પણ પોતાના બોલરોની મદદ કરીને ભારત વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની શ્રૃંખલામાં પોતાની ભૂમિકા ભજવશે. પૂર્વ કેપ્ટન સ્મિથ અને વોર્નર ઝડપી બોલર મિશેલ સ્ટાર્કસ, જાશ હેજલવુડ અને પૈટ કમિન્સની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાઇ નેટ અભ્યાસમાં ભાગ લેવા માટે સહેમત થઇ ગયા છે.
સ્મિથ અને વોર્નરની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પરત ફરવાની આશાઓ પર ત્યારે પાણી ફેરવાય ગયું જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને યથાવત રાખવાનો નિર્ણય કર્યો. આ પૂર્વ કપ્તાન જાકે પડદા પાછળથી પોતાની ભૂમિકા અદા કરવા માંગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







