હળવદ શ્રીજી નગર ખાતે શ્રી રામ દૂત હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

0
278

હળવદના શ્રીજી નગર સોસાયટી શ્રી રામદૂત હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હળવદના ધાંગધ્રા હાઈવે મોરબી ચોકડી પાસેના શ્રીજી નગર સોસાયટી ખાતે હનુમાનજી મહારાજનું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમ પૂર્વક આજરોજ ઉજવણી કરવામાં આવી જમા ધાર્મિક મહોત્સવ સાથે આજે રાત્રે સંતવાણી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં નામી અનામી કલાકારો સંતવાણી નું રસપાન કરાવશે પરેશ દાન ગઢવી ભજનીક, ભરતભાઈ રામાનુજ ભજનીક, મનસુખભાઈ કણજારીયા ભજનિક, અનિલ ઉસ્તાદ તબલા માં બેનજો લાભુ દાન ગઢવી અને પવનસુત સાઉન્ડના સથવારે આ લોક ડાયરો યોજાશે યજ્ઞના મુખ્ય યજમાન તરીકે સહદેવ સિંહ પ્રવિણસિંહ ઝાલા બિરાજ છે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા ના આચાર્ય પદ પર શાસ્ત્રી અરૂણભાઇ ભુપતભાઈ રાવલ બિરાજ છે મહોત્સવમાં કેદારીયા ગામ ના મહંત શ્રી મુની બાવાજી અને કંસારી હનુમાનજી મંદિરના મહંત શ્રી ભુરીયા બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા ધાર્મિક મહોત્સવ માં ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ મહોત્સવ માં રમેશભાઈ ઝિંઝુવાડીયા અને રાજુભાઈ મોરતરિયા તેમજ શ્રીજી નગર સોસાયટીના લોકોએ ભારે જહેમત મહોત્સવની ઉઠાવી હતી પવનપુત્ર હનુમાનજી મહારાજ જાણે હળવદના શ્રીજી નગર આંગણે પધાર્યા હોય તેવો મહોલ સર્જાયો હતો હનુમાનજી મહારાજ દર્શન કરવા અને મહાપ્રસાદ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

મયુર રાવલ,હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY