નબીપુરના કરગટ ગામમા થયેલ ૪ લાખ ની લુંટ નો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

0
9

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટેની સુચનાથી ઇનચાર્જ પો.ઇન્સ કે.જે.ધડુક તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા ભરૂચ એલ.સી.બી.ની ટીમ
ભરુચ ને.હા.નં.૪૮ ઉપર નબીપુર રોડ ઉપર મીલ્કત સંબધી ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન psi ચૌહાણ ને બાતમી મળેલ કે નેશનલ હાઇવે નં ૪૮ ઉપર નબીપુરથી આગળ કરગટ ગામના પાટીયા પાસે ત્રણ ઇસમો રીક્ષા નં જી જે 16 z 7782 માં શંકાસ્પદ લોખંડના ડ્રીલબીટ ભરી રહેલ છે જે બાતમીના આધારે કરગઢ ગામના પાટીયા પાસે ત્રણેય ઇસમો તથા રીક્ષા મા ભરેલ લોખંડ ના ડ્રીલબીટ સાથે પકડી પાડેલ અને ડ્રીલબીટ શંકાસ્પદ જણાતા તે સંબધે આધાર પુરાવા માગતા ગલ્લાતલ્લા તેમજ ઉડાઉ જવાબ આપતા હતા જેઓની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા મરકેટર પેટ્રોલિયમ લિમેટેડ કંપની માથી ચોરી કરેલ હોવાનુ જણાવે છે

આ કામે આરોપી કનુભાઇ વિક્રલભાઇ પાટણવાડીયા મરકેટર પેટ્રોલિયમ લિમેટેડ કંપનીમાં નાઇટ વોચમેન તરીકે નોકરી કરતા હોય અને આર્થિક સંકડામણ હોય જેથી મિન્હાજ સાથે મળી તેની નોકરી દરમ્યાન ડ્રીલબીટ ચોરી કરાવી જે ચોરીની જાણ સાથેના વોચમેન પ્રદીપસિંહ તથા રણજીતસિંહ ને થતા કનુભાઇએ કંપનીના સુપરવાઇઝરને રાત્રે ચોર આવેલા અને અંધારાનો લાભ લઇ ડ્રીલબીટ નંગ-૮ ચોરી કરી લઇ ગયેલ છે જે ખોટી હકીકત જણાવેલ અને પોલીસે તપાસ દરમ્યાન ડોગ સ્કોડ આવાનો હોય જેથી બાજુના ખેતર ખેડાણ ના કરવા કહેતા ડોગ સ્કોડ દ્વારા તેમનુ કાવતરૂ બહાર ના આવે જેથી આ કનુભાઇએ પ્રદીપસિંહ મારફતે ખેતર ખેડી પાણી વાળી દીધેલ હતુ તેમજ તપાસમા આવેલ પોલીસને ખોટી દોરવણી કરી ગુનો છુપાવવાનો આરોપીઓ પ્રયત્ન કરેલ છે જેથી આરોપીઓએ નબીપુર પો.સ્ટે. ગુ.ર.નં.-1-૮૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ 3૯૨, 3૨5, ૪૪૭, ૧૧૪ મુજબના ગુનાની કબુલાત કરેલ છે

પકડાયેલ આરોપીઓ-

(૧) મિન્હાજ મકબુલ ઇસ્માઇલભાઇ ઉઘરાદાર રહે.કરગટ મસ્જીદ ફળીયુ મકાન નં ૭૧ તા.જી.ભરૂચ (૨) કનુભાઇ વિઠ્ઠલભાઇ પા.વા. રહે કરગટ નવીનગરી તા.જી.ભરૂચ (૩) મોઇન એયુબ વ્હોરા પટેલ રહે. એસ.કે.,નગર પાલેજ તા.જી.ભરૂચ જયારે જપ્ત કરેલ મુદામાલ – (૧) ડરલબીટ નંગ ૮ની હિં ૪.૦૦-૦૦૦/-(૨) સેમસંગ મોબાઇલ કિં રૂ ૨૦૦૦/-(૩) રીક્ષા કિં રૂ ૫૦,૦૦૦/- અંગ ઝડતીના રોકડા રૂપીયા 5,૩૦/-મળી કુલ્લે મુદધમાલ કિ.રૂ ૪,૫૮,૩૩૦/-નો કબ્જે કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY