૭૮ કરોડમાં વેચ્યુ ટાઈલેટનું પાણી!,બાયો સીએનજી દ્વારા ૫૦ બસો ચાલશે

0
12

ન્યુ દિલ્હી,તા.૩૦
ટોઇલેટનાં પાણીને પણ કોઇ ખરીદી શકે તે સાંભળીને હેરાની થશે. નાગપુરમાં સરકારી એજન્સીએ ટોઇલેટનાં પાણીને ૭૮ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. હવે તેના દ્વારા નાગપુર શહેરમાં પ૦ એસી બસ ચાલી રહી છે.
કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે નાગપુરમાં વૈકલ્પિક ફયુઅલને લઇને ઘણા પ્રયોગ થયા છે. તેમાંથી એક ટોઇલેટનાં પાણીમાંથી બાયો સીએનજી કાઢીને તેમાંથી બસ ચલાવવાનો છે. હાલમાં આવી પ૦ બસ ચાલી રહી છે.
ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરનારી તેલ અને ગેસ કંપનીઓ સાથે એક કરાર કરાયો છે. જે હેઠળ ગંગા કિનારે વસેલા ર૬ શહેરોને લાભ થશે.
તેમણે જણાવ્યું કે પાણીની ગંદકીમાંથી નીકળતા મિથેન ગેસથી બાયો સીએનજી તૈયાર કરાશે. તેમાંથી ૬૦ શહેરોમાં સિટી બસ ચાલી શકશે. આ કામમાંથી પ૦ લાખ યુવાનોને રોજગારી પણ મળશે અને ગંગાની સફાઇ પણ થશે.
ગડકરીએ જણાવ્યું કે આપણા દેશમાં કોલસાની કોઇ કમી નથી. તેમાંથી મિથેન ગેસ કાઢીને મુંબઇ, પુણે અને ગૌહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રૂ.૬ર પ્રતિ લિટર ડીઝલની જેમ જ કામ કરનાર મિથેનની કિંમત રૂ.૧૬ છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં વૈકલ્પિક ફયુઅલને લઇને ઘણા બધા પ્રયોગો થઇ રહ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY