મુંબઈ,તા.૩૦
મહારાષ્ટ્રના એક વ્યક્તિએ શિરડીના સાંઇબાબાનું નામ મતદાતા યાદીમાં સામેલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તપાસમાં મામલો સામે આવ્યાં બાદ યુવક સામે પોલીસે કેસ નોંધ્યો છે. યુવક સામે આઇટી એક્ટની વિવિધ કલમો લાગી છે.
એક અજાણયા માણસે ચૂંટણી આયોગની ઓનલાઇન પ્રણાલી દ્વારા અહમદનગર જિલ્લાની શિરડી વિધાનસભામાં મતદાતા તરીકે શિરડી સાઇબાબાનું નામ ઉમેરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઓનલાઇન આવેલી અરજીઓની તપાસ દરમિયાન અધિકારીઓ સામે આ મામલો આવ્યો અને તેમણે પોલીસને આ જાણકારી આપી હતી. રાહતા પોલીસ સ્ટેશનના નિરીક્ષક અરૂણ પરદેશીએ કહ્યું કે આ ઘટના ગત ડિસેમ્બરની છે. તેમણે કહ્યું કે અજાણયા વ્યક્તિ સામે આઈટી કાયદાની વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
નોંધનીય છે કે શિરડી સાઇબાબાનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીંયા દેશભરમાંથી લોકો દર્શન માટે આવે છે. એક અનુમાન પ્રમાણે પ્રતિદિન આશરે ૬૦,૦૦૦ લોકો શિરડીમાં દર્શન કરવા આવે છે. હવાઇ મથક તંત્રની ઇચ્છા આમાંથી ૧૦થી ૧૨ ટકા લોકો તેમની પાસે આવે તેવી છે. આ વર્ષ સાઇબાબાની ૧૦૦મી પુણ્ય તિથિનું વર્ષ છે. આ હવાઇ અડ્ડાનું સ્વામીત્વ અને વિકાસ મહારાષ્ટ્ર હવાઇ મથક વિકાસ કંપનીએ કર્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




