‘અસલામત ગુજરાત’ : ડીસામાં ધોળા દિવસે યુવતીની છેડતીનો વીડિયો વાયરલ

0
26

ધમકી આપી કારવાળા પાસેથી ૨૦ હજા જેટલી રકમ પડાવી લીધી
ડીસા,તા.૩
બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામ ખાતે મહિલાની પજવણી કરીને તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાની ફરિયાદ મુજબ તે પોતાના એક સંબંધી સાથે મંદિરેથી પરત આવી રહી હતી ત્યારે ત્રણ યુવકોએ તેની પઝવણી કરતો વીડિયો બનાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
ફરિયાદ પ્રમાણે ધાનેરાના કુમાર ગામની ૨૪ વર્ષની મહિલા ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના પિતાના ઘરેથી જાવલ ખાતે પૂનમ ભરવા માટે મંદિર ગઈ હતી. ત્યાંથી તે પોતાના એક સંબંધી સાથે કારમાં પરત ફરી રહી હતી ત્યારે ઝેરડા ગામના ત્રણ યુવકોએ તેની કાર અટકાવી હતી કાર એકાંતની જગ્યાએ હંકારી જવાની ફરજ પાડી હતી.
ત્રણેય યુવકોએ કાર હંકારી રહેલા વ્યક્તિને બહાર કાઢીને કારમાં બેઠેલી મહિલાની ઓઢણી ખેંચીને લીધી હતી. આટલું જ નહીં મહિલાની છેડતી કરીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કાર હંકારી રહેલા તેના સંબંધી પાસેથી રૂ. ૨૦ હજાર જેટલી રકમ પડાવી લધી હતી. ત્રણેય યુવકોએ આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. મહિલાને આ અંગેની જાણ થતાં તેણે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ડીસા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ જેટલા યુવકો મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યા છે. જ્યારે સામા પક્ષે મહિલા બે હાથ જોડીને આવું ન કરવાની વિનંતી કરી રહી છે, તો ત્રણેય યુવકો આ વીડિયો બનાસકાઠાંમાં વાયરલ કરી દેવાની ચીમકી આપી રહ્યા છે. ત્રણેય યુવકો મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY