UPSCની વેબસાઇટ હેક, હેકર્સે હોમપેજ પર ડોરેમોનનું કાર્ટૂન મૂકી દીધું

0
211

ન્યુ દિલ્હી,તા.૧૧
ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની વેબસાઈટને સોમવારે મોડીરાત્રે હેકર્સે હેક કરી લીધી છે. આ વેબસાઈટની દેખરેખ ભારત સરકાર તરફથી કરવામાં આવે છે.
HTTP://WWW.UPSC.GOV.IN વેબસાઈટને જ્યારે ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેના હોમપેજ પર ડોરેમોન કાર્ટૂન નજરે પડી રહ્યું હતું. સાથે એક સંદેશ પણ જોવા મળતો હતો જેમાં લખ્યું હતું, “ડોરેમોન!!!! ફોન ઉઠાવ.” હોમપેજમાં નીચેના ભાગમાં “I AM STEWPEED” લખેલું પણ જોવા મળ્યું હતું. હોમપેજ ખોલતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં ડોરેમોનનું ટાઈટલ સોંગ પણ વાગી રહ્યું હતું.
સવારે નવ વાગ્યે આ વેબસાઈટને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેના પર “આ વેબસાઈટ અન્ડર મેઇન્ટેનન્સ છે” તેવો સંદેશ આવી રહ્યો હતો.
યુપીએસસીની વેબસાઈટને ત્યારે જ હેક કરવામાં આવી છે જ્યારે યુપીએસસી રિક્રૂટમેન્ટ ૨૦૧૮ માટે એપ્લિકેશનની પ્રોસેસ વેબ મારફતે ઓનલાઈને શરૂ કરવામાં આવી છે.
વેબસાઈટ હેક થતાની સાથે જ અમુક યુઝર્સે આ અંગેનો સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા ટ્વિટર અને ફેસબુક પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ આવા સ્ક્રીનશોટને પોસ્ટ કરતાની સાથે સાથે વડાપ્રધાન, ડિજિટલ ઈન્ડિયા અને આઈટી મંત્રાલયના હેન્ડલ્સને પણ ટેગ કર્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY