નાઈજીરિયામાં ગેસ ડેપોમાં વિસ્ફોટ : ૧૮ લોકોના મોત,૪૦થી વધુ ઘાયલ

0
12

કૈરો,તા.૧૧
કેન્દ્રીય નાઇજીરીયામાં ગેસ વિસ્ફોટ પછી ૧૮ લોકોના મોતની આશંકા દર્શાવાઇ રહી છે. આ ઘટનામાં ૪૦થી વધારે લોકો ઘણા વધારે પ્રમાણમાં બળી ગયા છે. આ વિસ્ફોટ નાઇજીરીયાના નાસરવા રાજ્યની રાજધાની લાફિયાના એક ગેસ ડેપોમાં થયો છે. વિસ્ફોટ સોમવારની મોડી રાત્રે થયો છે.
નાઇજીરીયાના સીનેટ અધ્યક્ષ બુકોલા સરકીએ ટ્વિટર પર પોસ્ટમાં વિસ્ફોટને ભયાનક ગણાવ્યો છે. તેમણે ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત પણ કરી હતી. તેમણે તે પણ કહ્યું કે અમે તે પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ કે તેમણે પોતાના સંબંધીઓને ગુમાવ્યાં છે. ઇજાગ્રસ્તો એટલા બધા હતાં કે તેમને હોસ્પિટલ લઇ જવા માટે કોઇ એમ્બ્યુલન્સ પણ ન મળી. કેટલાક ઘાયલોને મોટર બાઇક પર પણ લઇ જવામાં આવ્યાં હતાં.
ઘટનાની જાણકારી આપનાર પહેલા ટેક્સી ડ્રાઇવર યાકુબૂ ચાર્લ્સએ સમાચાર એજન્સીઓને જણાવ્યું કે ઘટના પછી અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ પણ પીડિતોને બચાવવામાં મદદ કરી.
નોંધનીય છે કે ઘણાં ગેસ ડીલર નાઇજીરીયાના શહેરોમાં મિની ડેપો સંચાલિત કરે છે. નાઇજીરીયામાં મજબૂત સુરક્ષા કાયદાઓનો અભાવ છે. જેનાથી વિસ્ફોટની ઘટના સતત થાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY