બુલેટ ટ્રેનનું કામ આગળ ધપાવવા જાપાનની ટીમ ખેડૂતોની સમસ્યા સાંભળવા પહોંચી

0
383

સુરત,તા.૭
બુલેટ ટ્રેનના મહાકાય પ્રોજેક્ટ સામે ખેડૂતોએ વિરોધનો બૂંગિયો ફૂ્‌ંકિયો ને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો એ સાથે જ આ સમગ્ર પ્રોજેક્ટની ફાયનાન્સની જવાબદારી સંભાળતી જીકા (જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી)ની એક ટીમ સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા માટે પહોંચી છે. નવસારીમાં જીકાના પ્રતિનિધીઓએ ખેડૂતો સાથે વાતચીતકરી હતી. અને તેમના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણની દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.
આ અંગે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ (પાલ)એ જણાવ્યું હતું કે હાલમાં જાપાનીઝ કંપની જીકાનું એક પ્રતિનિધિ મંડળ સુરત, નવસારી, વલસાડ તથા ભરૂચ જિલ્લાના વિસ્તારમાંથી જ્યાં-જ્યાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત તો લઈ રહી છે. સાથોસાથે જમીન ગુમાવનારા ખેડૂતોને પણ જીકા કંપનીના અધિકારીઓ મળીને પોતાની રજૂઆત કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY