સેન્ટ્રલ ઝોન દ્વારા ભરચક ચૌટાબજારમાં વધુ એક વખત દબાણ હટાવો ઝૂંબેશ

0
13

પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના દબાણ ખાતાએ પાથરણાવાળાના દબાણો જપ્ત કરી લીધાં
સુરત, તા.૧
આજે સવારથી ચૌટાબજાર ખાતે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રસ્તાની વચ્ચે પાથરણા પાથરી દબાણ કરનારાઅોને હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત હેઠળ પાથરણાનું દબાણ ખસેડવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા આજે સવારથી ચૌટાબજાર ખાતેથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચૌટા બજારના મુખ્ય રસ્તાઓ પર પાથરણા નાખીને ફેરિયાઓ ધંધો કરતા હોવાથી અવર જવર માટે ભારે મુશ્કેલી નડતી હોય છે.દુકાનનો સામ રસ્તા પર જ માલ સામાન મૂકીને ધંધો કરનારા પાથરણાવાળાનો માલ સામાન જપ્ત કરવામાંઆવ્યો હતો. ચૌટા બજારના કેટલીક દુકાનદારો દ્વારા ઓટલા પર દબાણ કરાયું હતું. દુકાનના બેનરો અને પ્લાસ્ટિક તાડપત્રી શેડ વધારીને રસ્તા પરનું દબાણ પણ હટાવવામાં આવ્યું હતું. પાથરણાવાળા અને દુકાનદારો દ્વિરા વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાનીસિક્યુરિટી ટીમ અને પોલીસ બંદોબસ્ત હેઠળ અચાજે સવારથી પાથરણાનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચૌટાબજારમાં દબાણએ પાલિકા માટે માથાનો દુઃખાવો સાબિત થાય છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. કેટલાક દુકાનદારો જાતે રૂપિયા લઈને પાથરણાવાળાને રસ્તો કરી આપતા હોય છે. રસ્તા પર પાથરણાના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પાલિકાની કામગીરીથી ચૌટાબજારના રસ્તાઓ થોડા ખુલ્લા દેખાયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY