તંત્રને અનેક રજુઆતો છતાં ઉકેલ નહિ આવતા વેપારીઓમાં રોષ

મોરબીના સુપરમાર્કેટમાં આજે વેપારીઓએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો દરરોજ ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાહિમામ વેપારીઓએ આજે લડી લેવાના મૂડ સાથે ચક્કાજામ કરતા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો
મોરબીના સુપરમાર્કેટમાં કાયમી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ પીડાય રહ્યા છે જે મામલે અગાઉ પણ તંત્રને રજુઆતો કરી હોય છતાં પરિણામ શૂન્ય હોય અને આજે ફરીથી ગટર ઉભરાતા પાર્કિંગ તેમજ દુકાનો સુધી ગંદા પાણી પહોંચ્યા હતા જેથી વેપારીઓએ વેપાર કેવી રીતે કરે તેવો પ્રશ્ન સર્જાયો હતો અને આજે વેપારીઓએ લડી લેવાનો નિર્ધાર કરી તંત્રની આંખ ખોલવા માટે ખુલ્લો મોરચો માંડ્યો હતો અને નવા બસ સ્ટેન્ડ નજીક રોડ પર ઉતરી જઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી થોડીવાર માટે અફરાતફરી મચી હતી અને સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ચક્કાજામને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





