વોટ્‌સએપના ચીફ બિઝનેસ ઓફિસર નીરજ અરોરાએ રાજીનામુ આપ્યું

0
5

ન્યુ દિલ્હી,તા.૨૭
વોટ્‌સએપના ચીફ બિઝનેસ ઓફિસર નીરજ અરોરાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેઓ સાત વર્ષ સુધી વોટ્‌સએપ સાથે જાડાયેલા હતા. તેઓ નવેમ્બર ૨૦૧૧માં વોટ્‌સએપ સાથે જાડાયા હતા. પરિવારને સમય આપવાનું કારણ આપીને તેમણે કંપનીમાંથી રાજીનામુ આપી દીધું છે. નીરજે ફેસબુક પર એક પોસ્ટ કરીને પોતાના રાજીનામાની ઘોષણા કરી હતી. સાથે તેમણે તેમના સહકર્મીઓ અને ખાસ કરીને ફાઉન્ડર્સ બ્રાયન એક્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, વિશ્વાસ નથી થતું, મને અહીંયા(વોટ્‌સએપ) ૭ વર્ષ થઇ ગયા. બ્રાયન મને જ્યાં લઇને આવ્યા. અહીંયા સુધીની મારી યાત્રા સારી રહી હતી. સાથે તેમણે લખ્યું હતું કે, હવે સમય આગળ વધવાનો છે પરંતુ જેવી રીતે વોટ્‌સએપ બધાની સાથે જાડાવવા માટે નવા માર્ગ આપનાવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે, વોટ્‌સએપ આગળ પણ સાદુ, સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય કોમ્યુનિકેશનનું સાધન બન્યું રહેશે. નીરજ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે અને તેઓ વોટ્‌સએપ પહેલા ગૂગલની સાથે કામ કરતા હતા.
કેટલાક દિવસો પહેલા વોટ્‌સએપના અભિજીત બોસની ભારતના સ્થાનિક પ્રમુખ તરીકે નિમણૂક થઇ હતી. કંપનીએ જણાવ્યું હતું કે, અભિજીત બોસ આગામી વર્ષની શરૂઆતમાં વોટ્‌સએપ સાથે જાડાશે. નોંધનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં વોટ્‌સએપના ફાઉન્ડર બ્રાયન એક્ટે રાજીનામુ આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY