ફિલ્મોની પસંદગી બાબતમાં હું સાવધ રહું છું : વરુણ ધવન

0
5

મુંબઈ,તા.૨૭
મોખરાના ગણાતા અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે હું દરેક પ્રકારની ફિલ્મ કરવામાં માનું છું. ફિલ્મની સફળતાનો યશ હું કાયમ ડાયરેક્ટર્સને આપતો રહ્યો છું.
‘જા કે હું પોતે ફિલ્મોની પસંદગી બાબતમાં બને તેટલો સાવધ રહું છું. પરંતુ ફિલ્મ હિટ જાય એનો યશ હું ડાયરેક્ટરને આપવામાં માનું છું. આખરે તો ફિલ્મ ડાયરેક્ટરનું માનસ સંતાન હોય
છે. અમે તો ડાયરેક્ટરની કલ્પના મુજબ પાત્રને કેમેરા સામે રજૂ કરી દઇએ છીએ. આ માધ્યમ ડાયરેક્ટરનું છે. અદાકારો તો રજૂ કરવામાં નિમિત્ત બનતાં હોય છે. નિષ્ફળતાના અપયશનો
ટોપલો ડાયરેક્ટરના માથા પર ઠાલવી દેવાતો હોય તો સફળતાનો યશ એમને કેમ ન આપવો ?’ એવો વળતો સવાલ વરુણ ધવને કર્યો હતો.
વરુણે ઉમેર્યું હતું કે તમામ ડાયરેક્ટર્સને કંઇક કહેવું હોય છે. પોતાની ફિલ્મના માધ્યમ દ્વારા એ લોકો સમાજને કંઇક કહેવા માગતા હોય છે. માત્ર મનોરંજન માટે બનાવાતી ફિલ્મમાં પણ કંઇક તો હોય છે જેને દર્શક પોતાને માટેના સંદેશા તરીકે સ્વીકારી શકે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY