વિશ્વ પર્યાવરણ દિવસ ધ્રાંગધ્રા મુકામે યોજાયો

0
267

આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. હાલમાં ગરમી વધુ પડી રહી છે. તેમાં પણ સુરેન્દ્રનગર નું તાપમાન રાજ્ય માં સૌથી વધુ નોંધાય છે. માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પર્યાવરણ ને બચાવવા માટે વિવિદ્ય કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વૃક્ષારોપણ કરવું રેલીનું આયોજન સાથે સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આજરોજ ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ, નગરપાલિકા, તેમજ સ્કૂલના બાળકો દ્વારા આ ઝુંબેશને લઈને વિવિધ કાર્યક્રમ યોજાયેલ જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા થી એક રેલી નું આયોજન કરેલ જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તે રેલી શહેરના તળાવ ઉપર ગઈ હતી.ત્યાં લોકોએ સ્વચ્છતા અભિયાન પણ કરેલ સાથે વૃક્ષો રોપણ પણ કરેલ આ કાર્યક્રમ માં નગરપાલિકા ના કર્મચારી મામલતદાર, તેમજ ઘુડખર અભ્યારણના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને બાળકોને પર્યાવરણ વિષે માહિતી આપી હતી. સાથે ગંદકી ન કરી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી અને સ્વચ્છતા જાળવવા માટે પ્રતીજ્ઞા લેવડાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY