લખનઉ,તા.૨૪
વડાપ્રધાન જન આરોગ્ય(આયુષ્માન ભારત) યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે લોકો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે, તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યં છે, લખનઉના કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી(કેજીએમયુ)માં શાહજહાપુરથી એક દર્દી આયુષ્માન ભારત હેઠળ સારવાર કરાવવા માટે આવ્યો હતો, જાકે ડોક્ટરોએ તેની ઝાટકણી કરતા જણાવ્યું કે , જાઓ પહેલા મોદી પાસેથી પૈસા લઇ આવો પછી સારવાર થશે
દર્દીએ આરોપ લગાવ્યો છે કે, આયુષ્માન ભારત કાર્ડ હોવા છતાંય હોસ્પિટલના ડોક્ટરે તેની સારવાર કરવાથી ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, જાઓ મોદી પાસેથી પૈસા લઇને આવો, ત્યારે મફ્તમાં સારવાર થશે. કેજીએમયુના મીડિયા ઇન્ચાર્જ સંતોષ કુમારે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારતે સૌપ્રથમ અમે લાગુ કરી હતી. જા ડોક્ટરે સાચે આવું કંઇક કહ્યું છે તો અમે કડક કાર્યવાહી હાથ ધરીશું.
પ્રાપ્ત જાણકારી મુજબ, શાહજહાંપુરના કમલેશ વીજ પોલ પર કામ કરતી વખતે કરંટ લાગતા ઘવાયા હતા. ત્યારબાદ તેમના પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ સ્થિતિમાં સુધારો નથતા તેમને કેજીએમયુ સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં તેમણે આયુષ્માન કાર્ડ થકી મફ્ત સારવારની વાત કરતા ડોક્ટર ભડકી ગયો હતો. દર્દીના આરોપ મુજબ ડોક્ટરે જણાવ્યું હતું કે, અહિંયા મફ્ત સારવાર થતી નથી જાઓ પહેલા મોદી પાસેથી પૈસા લઇને આવો પછી સારવાર થશે. હોસ્પિટલના આવું વલણ જાઇને દર્દીને પૈસા ભરીને સારવાર કરાવવાની ફરજ પડી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




