ગઈકાલે સુરતમાં લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી હતુ આજે ૧૩ ડીગ્રી
સુરત, તા. ૧૧
ઉત્તર ભારત અને કાશ્મીર ખીણમાં હિમવર્ષાના પગલે ઉત્તર દિશાથી ફુંકાતી શીત લહેરમાં સમગ્ર રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં ન્યુનતમ તાપમાનનો પારો ૨ ડીગ્રી સુધી ઘટી જતા ફરી ઠંડીનો ચમકારો વધી રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૯.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩.૬ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૫ મિલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. આગામી દિવસોમાં ઉત્તર દિશાતી ફુંકાતા પવનના લીધે ઠંડીનો ચમકારો વધી શકે છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.
નવસારીમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૯.૫ ડીગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૦.૮ ડીગ્રી નોંધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૦.૧ ડીગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહ દરમ્યાન પણ ઠંડીનો પારો સિંગલ ડીઝીટની આજુબાજુ રહેતો હોવાથી શિયાળાની ઠંડીનો ચમકારો હવે અંતિમ તબક્કામાં છે. આગામી સપ્તાહ બાદ ઠંડીનો જાર ઘટતો જાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




