રાષ્ટ્રની સેવા કરવાનો સંદેશો પાઠવતા ડો. પ્રફુલ્લભાઈ શિરોયા
સુરત, તા.૨૦
સુરત તેમજ ભારતના અનેક શહેરોમાં ચક્ષુદાન-દેહદાન-અંગદાનની જાગૃતિ ફેલાવી આજ સુધી ૪૦,૦૦૦ થી લોકોને દૃષ્ટિવાન બનાવીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર ડો. પ્રફુલ્લભાઈ શિરોયાને દ્વિતીય રાષ્ટÿપતિ એવોર્ડના ચાર વર્ષ પૂર્ણ થવા બદલï તેમજ આજે રાની લક્ષ્મીબાઈની જન્મ જયંતી, વિશ્વ ટોઈલેટ દિવસ અને તુલસી વિવાહના પવિત્ર દિવસે લોકદૃષ્ટિ ચક્ષુબેક, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સક્ષમ પિમ ભારતના સંયુક્ત ઉપક્રમે જગત નગર વિસ્તારમાં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ દિવસને યાદ કરી લોકદૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ સક્ષમ પિમ ભારતના કાર્યવાહક તેમજ હોમગાર્ડઝના વડા કમાન્ડન્ટ ડો પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા જગત નગર અમરોલી વિસ્તાર ખાતે વિના મૂલ્યે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૮૩ દર્દીઅોની તપાસ કરી હતી અને જરૂરીયાતમંદ લોકોને ફ્રીમાં દવા આપવામાં આવી હતી અને ૪૭ લોકોને એચઆઈવી કીટ દ્વારા લોહીની તપાસ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડો. પ્રફુલ્લભાઈ દ્વારા લોકોને જણાવ્યું હતું કે લોકોએ ખુલ્લામાં શૌચ ના કરી અને પોતાની આરોગ્યલક્ષી કાળજી રાખવી જાઈએ. તેમજ જણાવ્યું હતું કે રાની લક્ષ્મીબાઈએ પોતાનું જીવન રાષ્ટ્રમય, રાષ્ટ્રહિતમાં અને રાષ્ટ્રવાદ માટે ખપાવી દીધું હતું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુસ્તાનને સૌ લોકોએ સમજીને રાષ્ટ્રની સેવા કરવી જાઈએ. આ સંદેશો ડો પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા ઉપસ્થિત ડો. પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા ઉપસ્થિત સૌને પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ડો. પ્રફુલ્લભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ, હિરેનભાઈ ગજેરા, ડો. ભાવિન શિરોયા, ડો રાજકિશોર બહેરા, કિશોર પટેલ, રાજેશ મેર, હર્ષદભાઈ પ્રજાપતિ, અશોક બાડત્યા, ઈશ્વરભાઈ બેહેરા, જતીન્દ્રનાથ લેîકા ઉપસ્થિત રહ્ના હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



